ગુજરાતમાં 6 નવા પોર્ટ અને 4 શિપબિલ્ડિંગ યાર્ડ માટે રોકાણની તક
ગુજરાત મેરીટાઇમ બોર્ડે પોર્ટ અને શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં ખાનગી રોકાણ આકર્ષવા માટે નવા પ્રોજેક્ટ્સનો રોડમેપ રજૂ કર્યો છે. રાજ્યએ વર્ષ 2047 સુધીમાં ગુજરાતની પોર્ટ ક્ષમતા વધારીને 3,000 MMTPAથી વધુ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા મુંબઈમાં “Ports and Shipyards Development in Gujarat” વિષય પર સ્ટેકહોલ્ડર મીટ યોજાઈ હતી. બેઠકમાં દેશ-વિદેશના પોર્ટ ઓપરેટર્સ, શિપબિલ્ડર્સ, રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ અને મેરીટાઇમ ક્ષેત્રના નિષ્ણાતો જોડાયા હતા.
બોર્ડે EOI એટલે કે Expression of Interestના આધારે 6 ગ્રીનફિલ્ડ પોર્ટ અને 4 શિપબિલ્ડિંગ યાર્ડમાં રોકાણની તકો રજૂ કરી છે. આ યોજનાઓમાં કુચાડી ખાતે પ્રસ્તાવિત મેગા શિપબિલ્ડિંગ ક્લસ્ટર મુખ્ય આકર્ષણ રહ્યું હતું.
આ પ્રોજેક્ટ્સ દ્વારા ગુજરાતમાં પોર્ટ, શિપબિલ્ડિંગ, શિપ રિપેર અને મરીન મેન્યુફેક્ચરિંગનું સંકલિત ઇકોસિસ્ટમ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેનાથી રાજ્યની લોજિસ્ટિક્સ ક્ષમતા અને પોર્ટ આધારિત ઔદ્યોગિક વિકાસને વેગ મળવાની અપેક્ષા છે.
બેઠકમાં લગભગ 200 હિતધારકો ઉપરાંત 15થી વધુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ઇન્ડોનેશિયા, ઇટાલી, નોર્વે, સિંગાપોર, દક્ષિણ કોરિયા અને પોર્ટ ઓફ રોટરડેમના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના અધિકારીઓએ નીતિની સાતત્યતા, રોકાણકારોના વિશ્વાસ અને PPP આધારિત મેરીટાઇમ ડેવલપમેન્ટ મોડલ પર ભાર મૂક્યો હતો. બેઠકના અંતે રોકાણકારો અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ વચ્ચે સીધા સંવાદ તથા B2G બેઠકો પણ યોજાઈ હતી.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

પાર્કિંગ સમસ્યાનો ઉકેલ લાવશે ફ્લેપ પાર્કિંગ, લઠ્ઠાકાંડમાં ASP કોન્સ્ટેબલની ધરપકડ, આઠમાં ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

પાટણના મહાદેવપુરાની દીકરીઓનો ફૂટબોલમાં કમાલ, 52 ખેલાડીઓ પહોંચી રાષ્ટ્રીય સ્તરે

દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત માટે ગુજરાત સરકારે 5 સભ્યોની સમિતિ રચી

ગુજરાતમાં દિવ્યાંગ વાહનચાલકોને રાહત, સાઇડકારવાળી મોટર સાઇકલના રજીસ્ટ્રેશનને મળી મંજૂરી

ગુજરાતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમમાં અમદાવાદ-વડોદરા અગ્રેસર

પર્વતીય યાત્રાધામોમાં 47 લાખથી વધુ યાત્રાળુઓએ લીધો રોપ-વેનો લાભ

18 ઓક્ટોબરથી સાબરમતી-જમ્મુ તાવી ટ્રેન હવે કટરા સુધી દોડશે



