ચાર રાજ્યોમાં ₹9,450 કરોડના ખર્ચે 410 કિ.મી.ના રેલવે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ચાર રેલવે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ 2030-31 સુધી પૂર્ણ કરવાની યોજના છે.

કેન્દ્રીય કેબિનેટે દેશના રેલવે માળખાને વિસ્તૃત કરવા માટે ચાર રાજ્યોમાં કુલ 410 કિમીના ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના 8 જિલ્લાઓને આવરી લેતા આ પ્રોજેક્ટ્સનો કુલ અંદાજિત ખર્ચ ₹9,450 કરોડ છે અને તેને 2030-31 સુધી પૂર્ણ કરવાની યોજના છે.
કયા ચાર રેલવે પ્રોજેક્ટને મંજૂરી?
મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં Kharagpur-Bhadrak ચોથી લાઇન, Bhadrak-Haridaspur ચોથી લાઇન, Gummidipundi-Gudur ત્રીજી અને ચોથી લાઇન તેમજ Cuttack-Paradeep ત્રીજી અને ચોથી લાઇનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ ભારતીય રેલવે નેટવર્કમાં આશરે 410 કિમીનો વધારો થશે.
બિહારમાં NH-22ને ચાર લેન બનાવાશે
કેબિનેટે બિહારમાં Muzaffarpur-Sitamarhi-Sonbarsa વિભાગના NH-22ને ચાર લેનમાં અપગ્રેડ કરવાની પણ મંજૂરી આપી છે.82.57 કિમી લાંબો આ હાઇવે પ્રોજેક્ટ Hybrid Annuity Mode હેઠળ વિકસાવવામાં આવશે અને તેનો કુલ મૂડી ખર્ચ ₹3,590 કરોડથી વધુ રહેશે.
કુલ ₹13,041 કરોડના પાંચ પ્રોજેક્ટ
ચાર રેલવે પ્રોજેક્ટ અને એક હાઇવે પ્રોજેક્ટ સહિત કેબિનેટે કુલ ₹13,041 કરોડના પાંચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
Also Read

Tesstt-IPO----WHITE tesaf das asdas daasd asdsad sads asd---

લક્ઝરી છોડીને ગામડાં-જંગલ તરફ દોડ્યા પ્રવાસીઓ; શું છે ‘રિવર્સ વેકેશન’ ટ્રેન્ડ?

ગ્રાહકને ફક્ત ખરીદી જ નહીં યાદગાર અનુભવ આપતો ફેશન ડિઝાઇનરનો નવો દિલ્હી સ્ટોર

ભારતમાં ₹7,000 કરોડના ખર્ચે નવી LPG પાઇપલાઇનને PNGRBની મળી મંજૂરી

કેન્દ્ર સરકારનું પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ, ₹427.8 કરોડના ખર્ચે 7 પ્રોજેક્ટ શરૂ

₹100 કરોડ ક્લબ: બોલિવૂડમાં કમાણીની રેસ કેટલી ઝડપી બની?

ચેન્નાઈના વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભારત-ADBનો $230 મિલિયનનો કરાર



